ભરેલા કારેલા બનાવવા સૌપ્રથમ કારેલા ને પાણીથી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કપડાથી કોરા કરીલ્યો ને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ને બને બાજુ ની દાડી કાપી લ્યો કારેલા ની છાલને ફેકવી નહિ એક વાસણમાં રાખવી એ આપણે મસાલામાં વાપરવાની છે
હવે જે સાઈડ કારેલું સેજ વરેલું હોય એ બાજુ ચાકુ થી વચ્ચે લાંબો ઊભો કટ કરીએ વાતનું ધ્યાન રાખવું કે કારેલા ને આખો કટ નથી મારવા નો વચ્ચે ના ભાગમાં કટ કરવા ને આંગળી કે ચમચીની મદદ થી અંદર રહેલા બીજ ને કાઢી લેવા આ બીજ પણ છાલ સાથે એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં /ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ઉકાળોઅને છોલેલા કારેલા પર થોડુ થોડુ મીઠુ છાંટો ને હાથ વડે બહારની બાજુ મીઠા ને ઘસો
આમ બધા કારેલા ઘસી લ્યો ને ચારણીમાં મૂકો હવે આ ચારણી ને ગેસ પર મુકેલ કડાઇના કાંઠા પર ચારણીમૂકો અને ઢાંકી ને પંદર મિનિટ સુંધી70-80% બાફી લ્યો કારેલા બાફી લીધા બાદ એને બહાર કાઢી લ્યો ને ઠંડા થવા દયો
હવે ગેસ પર બીજી કડાઈમાં સૂકા ધાણા, વરિયાળી ને જીરું ને ધીમા તાપે શેકો ત્રણે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો અને એમાં મગ્રોડા (કાલોંજી) ને મેથી નાખી એકમિનિટ શેકો ને શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો શેકેલા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં દર્દરા પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો
હવે એજ કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં કારેલા ની છાલ ને બીજ નાખી ત્રણ ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને બે મિનિટ શેકો
ત્યાર બાદ લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો જ્યારે ડુંગરીનું બધું પાણી બરી જવા આવે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ને પીસી રાખેલ મસાલો નાખો અને આમચૂર પાઉડર નાખી ને બે મિનિટ શેકો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલા ને ઠંડો થવા દયો
મસાલો થોડો ઠંડો થાય એટલે એમાં લીંબુનો રસ નાખી બધું બરોબર મિક્સ કરો ને તૈયાર મસાલા ને બાફી રાખેલા કારેલા માં ક્ટ કરેલ ત્યાંથી બરોબર રીતે ભરી લ્યો બધા કરેલા આમ ભરીને તૈયાર કરો
હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા કારેલા મૂકો એ વાતનું ધ્યાન રાખો કે જે જગ્યાએ થી ભરેલા છે એ ભાગ ઉપર રહે ને ધીમા તાપે તેલમાં બધી બાજુથી શેકી લેવા કરેલા શેકાઈને બરોબર ચડી જાય એટલે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો