Go Back
+ servings
ભાંગ બનાવવાની રીત - bhang banavani rit - bhang banavani recipe - bhang recipe in gujarati

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe

આજે આપણે ભાંગ બનાવવાની રીત શીખીશું. ભાંગ ને ઠંડાઈ તરીકે પણ ઓળખાય છે ભાંગ ને ભગવાન શંકર ની મહાશિવરાત્રી ના પ્રસાદીનારૂપમાં લેવામાં આવે છે ને એમાં ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આજ આપણે ભાંગકે ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવશું તો ચાલો ભાંગ બનાવવાની રેસીપી , bhang banavani rit , bhang banavani recipe - bhang recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 12 minutes
Total Time: 52 minutes
Servings: 11 વ્યક્તિ

Equipment

  • મોટી તપેલી

Ingredients

ભાંગ બનાવવા જરૂરી સામગ્રી | bhangbanava jaruri ingredients  

  • સુકા ગુલાબના પાન 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • મગતરીના બીજ 1 ચમચી
  • મરી 5-6
  • કાજુ 75 ગ્રામ /આશરે 15-20
  • બદામ 50 ગ્રામ /આશરે 8-10
  • મીઠું દહી 100 ગ્રામ
  • કલાકંદ મીઠાઈ ના કટકા 7-8/ આશરે મીઠો માવો 100 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • ગુલાબ જળ 2 ચમચી
  • દૂધ 2 લીટર / કિલો
  • નારિયેળનું પાણી ½ ગ્લાસ
  • બરફના ટૂકડા 8-10

Instructions

ભાંગ બનાવવાની રીત- bhang banavani rit - bhang banavani recipe - bhang recipe in gujarati

  •  ભાંગ બનવવવા સૌ પ્રથમ એક વાસણમાં કાજુ, બદામ ને એક બે કપ પાણી નાખી બાર કલાક પલાળી રાખો
  • બીજા એક વાસણમાં સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને લ્યો એમાં અડધો કપ  જેટલું પાણી નાખી બાર કલાક સુધી પલાળીરાખો
  • મીઠું દહી બનાવવા એક કડાઈમાં પા કપ ખાંડ ને ગરમ કરો ને ખાંડ ઓગળીને બ્રાઉન રંગ ની થાય એટલે એમાં સો ગ્રામ દૂધ નાખી ઉકાળો દૂધ ઉકળી જાય એટલે એને ઠંડુ થવા દયો દૂધ નવશેકું રહે ત્યારે એમાં પા ચમચી દહીં નું મેરવાણ નાખી ઢાંકી ને ચાર પાંચ કલાક એક બાજુ મૂકો પાંચ કલાક પછી તૈયાર છે મીઠું દહી
  • એક જારમાં કલાકંદ/ મીઠો માવો,મીઠું દહી, ખાંડ , એલચી પાઉડર,ગુલાબજળ ને જરૂર મુજબ એક બે કપ દૂધ નાખી પીસી લ્યો
  • હવે બાર કલાક પલળી મૂક્યા પછી મિક્સર જારમાં પાણી નિતારી કાજુ ને બદામ ની પીસી લ્યો નેજરૂર લાગે તો અડધો કપ દૂધ નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ને એક બાજુ મૂકો
  • બીજા મિક્સર જારમાં  સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને પલાળી રાખેલ હતા એનું પાણી નિતારી પીસી ને પેસ્ટ બનાવો જરૂરલાગે તો એક બે ચમચી દૂધ નાખી સમૂથ પેસ્ટ બનાવી લ્યો
  • હવે માટી નું કે કાંચ કે સ્ટીલ નું મોટું વાસણ લ્યો એમાં દૂધ ને કલાકંદ ,મીઠા દહી વાળુ મિશ્રણ નાખો હવે એના પર ઝીણી ગરણી મૂકો કે ઝીણી જારી વાળુ કપડું બંધી નાખો ને એમાં પીસેલા ગુલાબ ખસખસ વળી પેસ્ટ નાંખી ને ગાળી લ્યો ને એમાંજ કાજુ બદામ વાળી પેસ્ટ પણ ગાળી લ્યો ને થોડું થોડું કરી અડધું દૂધ નાખતા જઈ ને બધું ગાળી લ્યો હવે ગરણી કે કપડું હટાવી નાખો
  • હવે બાકી નું બચેલું દૂધ નાખી દયો ને હવે એમાં બરફ ના ટુકડા નાખી જેણી વડે જેરી લ્યો નેઠંડી ઠંડી સર્વ કરો કેસર થી ગાર્નિશ કરી ને ભાંગ

Notes

  • ભાંગ ને ક્યારે ચાંદી, કાસા, પીતળ કે લોખંડ ના વાસણમાં બનાવી કે પીરસવી નહિ નહિતર નુકશાન કરશે
  • ખસખસ નું માપ ઓછું રાખવું નહિતર શેહત માટે નુકશાનકારક થાય
  • અમે અહી રેસીપી મા ભાંગ ગોળી કે ભાંગ ના પાન નો ઉપયોગ કરેલ નથી અને અમે તેને સપોર્ટ કરતા નથી તેનું પાછળ નું મુખ્ય કારણ તેનું સેવન ઘણી વાર આપણા સ્વાસ્થ્ય ને નુકશાન કારક છે અને અનેક જગ્યાએ તેનું સેવન કરવું ગુનો બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો