સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને મેંદા ને ચારણીથી ચારી ને લ્યો ( મેંદા ની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈશકો છો મેંદો કે ચોખાનો લોટ નાખવા થી પકોડા ક્રિસ્પી બને છે આ ઓપ્શનલ છે તમે ચાહો તોન નાખો)
હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલા,અજમો નાખી કરો હવે એમાં થોડું થોડું કરી પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું ( મિશ્રણ સાવ પાતળું ના બનાવવું કેમ કે નહિતર એ પનીર પ્ર બરોબર કોટિંગ નહિ થાય એટલે મિશ્રણ ને ઘટ્ટ જ રાખવું
હવે પનીરના મોટા ટુકડા માંથી નાના મીડીયમ સાઇઝ ના ચોરસ ટુકડા કરો (આ ટુકડા ના સાવ પાતળા રાખવા નહિ ઘણા જાડા કેમ કે જો પાતળા રાખશો તો તરતી વખતે તૂટી જસે ને જો ઘણા જાડા જસે તો ખાલી પનીર નો જ સ્વાદ આવશે)
હવે ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી એક પનીર ની સલાઇસ પર તૈયાર કરેલ લીલી ચટણી મૂકો એના પર પનીર ની બીજી સલાઈસ મૂકો
અથવા એક પનીર ની સ્લાઈસ પર ટમેટા સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો ને એક પનીર ની સ્લાઈસ પર સેજવાન સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો આમ પનીર ને બે સ્લાઈસ વચ્ચે લીલી ચટણી કે ટમેટા સોસ કે સેજવાન સોસ મૂકી પનીર તૈયાર કરી લ્યો તૈયાર પનીર એક બાજુમૂકો
હવે બેસન નું મિશ્રણ તૈયાર કરેલ હતું એમાં બેકિંગ સોડા (ઓપ્શનલ છે ન નાખો ને ગરમ તેલ નાખી દયો તો પણ ચાલે) નાખી મિક્સ કરી લ્યો ને હવે તેલ ગરમ થઇ ગયું હસે એનો ગેસ મીડીયમ તાપ કરી નાખો ને તૈયાર કરેલ પનીર ના ટુકડા ને બેસન ના મિશ્રણ માં બધી બાજુ બરોબર ડીપ કરી ગરમ તેલ માં નાખતા જાઓ આમ જેટલા નાખી શકો એટલા નાખો
નાખ્યા પછી બે ત્રણ સેકન્ડ પછી જારા ની મદદ થી બધી બાજુ ફેરવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવા પકોડા બરોબર તરી લીધા બાદ એને તેલ માંથી કાઢી બીજા પકોડા નાખી એને પણતરી લેવા આમ બધા પકોડા તૈયાર થઈ જાય એટલે થોડો ચાર્ટ મસાલો છાંટી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો