અડદ પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ ના લોટ ને ચારણી થી ચારી લ્યો (અડદ નો લોટ તૈયાર પણ મળે છેને તમે ઘરે અડદ ની દાળ ને તડકામાં એકાદ કલાક સૂકવી ને મિક્સર માં કે ઘરઘંટી માં કે બહાર ચક્કીમાં પીસવા શકો છો)
અડદ લોટને ચારી લીધા બાદ એમાં મરી અધ કચરા (અહી અમે મીડીયમ તીખા પાપડ બને એટલે એક ચમચી લીધા છે જો વધુ તીખા કરવા હોય તો દોઢ કે બે ચમચી મરી લેવા ને જો તીખાશ ઓછી જોઈએ તો અડધી ચમચી મરી લેવા), હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
હવે એક તપેલી માં અડધો કપ પાણી લ્યો એમાં ખારો પાપડ નાખી ચમચી થી મિક્સ કરો ને એ તપેલીને ગેસ પર મૂકી પાણી ને ગરમ કરી લ્યો પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને એ પાણી ને ગરણીથી ગરી લ્યો
હવે અડદ ના મિશ્રણ માં થોડું થોડું કરી ખાર પાપડ વાળુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો( જો વધારે પાણી ની જરૂર લાગેતો બીજુ એક બે ચમચી નવશેકું પાણી નાખી શકો છો)
કઠણ લોટ બાંધી લીધા બાદ એ લોટ ને પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો જેથી લોટ સોફ્ટ થાય મસળી લીધા બાદ એમાં અડધી ચમચી તેલ નાખી ફરી થી ત્રણ ચાર મિનિટ મસળો હવે બાંધેલા લોટ ને લાંબો સિલીન્ડર આકાર આપી દયો ને જે સાઇઝ ના પાપડ કરવા હોય એ સાઇઝ ના એક સરખા દોરા થી કે ચાકુથી કટકા કરી લુવા બનાવી લ્યો
હવે લુવા પર એક બે ચમચી તેલ લગાવો ને એક એક લુવા ને વેલણ થી વણી ને પાતળા પાતળા પાપડ બનાવી લ્યો આ પાપડ ને ઘર માં ચોખા કપડા પર થોડા થોડા દૂર એક એક કરી ને 10-12 કલાક કે પાપડ સાવ સુકાઈ જાય ત્યાં સુંધીસૂકવી દયો
પાપડ બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી ને અરે ટાઈટ ડબ્બામાં ભરી લેવા જે છ થી બાર મહિના સુંધી સાચવી શકો છો આ તૈયાર પાપડ ને શેકી ને કે તરી ને ખાઈ શકો છો તો તૈયાર છે અડદ ના પાપડ