રબડી માલપુઆ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને મીડીયમ તાપે હલાવતા રહો ને ઉકાળીને અડધા જેટલું થાય ત્યાં સુધી હલાવતા રહી ઉકાળી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખવો
હવે એક વાસણમાં મેંદો ના લોટ ને ચારી ને લ્યો ને એમાં જે ઉકાળેલું દૂધ હતું એમાં થી અડધુંદૂધ નાખી મિક્સ કરો મિક્સ કરવા સમયે ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે અને ત્યાર બાદ જો મિશ્રણ ને પાતળું કરવું હોય તો બે ત્રણ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ના ઘણું પાતળુંકે ના ઘણું ઘટ્ટ મિશ્રણ લાગે એવું મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો
હવે જે બચેલ ઘટ્ટ દૂધ માં એક બે ચમચી ખાંડ નાખી ફરી ગરમ કરી ખાંડ ઓગળી લ્યો ને એમાં એલચી પાઉડર ને ડ્રાય ફ્રુટ પીસેલા એક બે ચમચી નાખી એક બે મિનિટ ચડાવી ને રબડી તૈયાર કરીલ્યો ને તૈયાર રબડી ને થોડી ઠંડી થાય પછી એક વાસણમાં કાઢી ઠંડી થવા ફ્રીઝ માં મૂકી દયો
હવે ગેસ પર મિદીયમ તાપે બીજા વાસણમાં ખાંડ માં પાણી નાખી મિક્સ કરો ને ખાંડ ને ઓગળી લ્યોને એમાં થોડા કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ચાસણી ને બે આંગળી વચ્ચે લેવાથી સહેજ ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ચાસણી બનાવી લ્યો તૈયાર ચાસણી નો ગેસ બંધ કરી નાખો ને થોડી ઠંડી થવા દયો
હવે ગેસ પર એક પેન માં થોડું ઘી ને ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુધી જે મેંદા નું મિશ્રણ તૈયાર કરેલ એને બરોબર મિક્સ કરો
ઘી ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી નાખો ને મેંદા ના મિશ્રણ ને થોડું થોડું નાખી જેટલા માલપુઆ નાખી શકો એટલા નાખો ને એક બાજુ ગોલ્ડન તરો ને ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાં ત્યાર બાદ કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં ત્રણ ચાર મિનિટ મૂકો
આમ થોડા થોડા કરી બધા માલપુઆ તૈયાર કરો ને ચાસણીમાં બોળી બે ત્રણ મિનિટ પછી કાઢી લેવા
ત્યારબાદ ચાસણી માંથી કાઢી લ્યો ને જો ગરમ ગરમ પીરસવા હોય તો એના પર ફ્રીઝ માં મુકેલી રબડીમૂકી કાજુ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો