Go Back
+ servings
સાબુદાણા ના પાપડ બનાવવાની રીત - સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત - સાબુદાણા બટાકા ના ચમચા બનાવવાની રીત - sabudana batata papad banavani rit - sabudana batata papad recipe - sabudana batata na papad recipe in gujarati - sabudana bataka na chamcha banavani rit

સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત - સાબુદાણા બટાકા ના ચમચા બનાવવાની રીત - sabudana batata papad banavani rit

આપણે સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત - સાબુદાણા બટાકા ના ચમચા બનાવવાની રીત - સાબુદાણા ના પાપડ બનાવવાની રીત શીખીશું જેને સાબુદાણા બટાકા ના ચમચા પણ કહેવાય છે શિયાળો જતા ને ઉનાળા ની શરૂઆત માં નવા બટાકા આવવા ની શરૂઆત થતાં જ દરેક ગુજરાતી ના ઘરે બાર મહિના સુધી સાચવી ને ખાઈ શકાય એવા ફરાળી પાપડ, ચકરી, મૂરખ , વેફર કે પતિકા વગેરે બનાવવાની શરૂઆત થઈ જાય તો  જે એક વાર તૈયાર કરી જ્યારે મન થાયકે વ્રત ઉપવાસ માં ખાઈ શકાય એવા ક્રિસ્પી ને ટેસ્ટી એવા sabudana batata papad banavani rit , sabudana batata papad recipe , sabudana batata na papad recipe in gujarati , sabudana bataka na chamcha banavani rit શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

સાબુદાણા બટાકા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી - sabudana bataka papad ingredients

  • સાબુદાણા 1 કપ
  • સાબુદાણા 1 કપ
  • બટાકા 2-3
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • આદુમરચા ની પેસ્ટ1-2 ચમચી (ઓપ્શનલ)
  • પાણી જરૂર મુજબ

Instructions

સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત- સાબુદાણા બટાકા ના ચમચા બનાવવાની રીત - sabudana batatapapad banavani rit - sabudana batata na papad recipe in gujarati

  • સાબુદાણા બટાકાના પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા સાફ કરી ને લ્યો ત્યાર બાદ બે ત્રણ વખત પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ને એક કપ સાબુદાણા છે તો એક કપ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલળવા મૂકો
  • સાબુદાણા પલળી જાય એટલે મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી પીસી ને સમુથ પેસ્ટબનાવી લ્યો
  • હવે બટાકા ને છોલી એના એક કપ જેટલા થાય એટલા ટુકડા કરવા તૈયાર કરેલ ટુકડા ને મિક્સર જારમાં અડધો કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો પેસ્ટ ને ચારણી થી ચારી ને સાબુદાણા ના પેસ્ટ માં ગારો ને જે કટકા બચે એને ફરી પીસી ને ગારી લ્યો
  • હવે સાબુદાણા ને બટાકા ની પેસ્ટ ને બરોબર મિક્સ કરો ને એમાં ચાર કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં તૈયાર બટકા સાબુદાણા નું મિશ્રણ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને ઘટ્ટ થવા દયો હલાવતા રહેવું ખૂબ જરૂરી છે નહિતર કડાઈમાં નીચે ચોંટી જસે તો બરી જસે ને પાપડ નો સ્વાદ બગડી જસે પાંચ મિનિટ પછી ગેસ ધીમો કરી ને હલાવતા રહેવું ખૂબ જરૂરી છે (જો તમને આદુમરચા નો સ્વાદ ગમતો હોય તો બે ચમચી આદુ મરચા નો પેસ્ટ નાંખી મિક્સ કરી શકો છો આ ઓપ્શનલ છે)
  • આમ પંદર વીસ મિનિટ સુંધી હલવતાં રહી ને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો હવે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ને મિક્સ કરો
  • હવે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હસે ને ચમચા વડે ચેક કરીએ તો ચમચા પર એક પાતળું પડ બની જતું હોય  તો પાપડ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે તો ગેસ બંધ કરો ને છેલ્લે એમાં જીરું નાખી મિક્સ કરો
  • હવે એક મોટી  પ્લાસ્ટિક પર ચમચા વડે એક એક ચમચોમૂકી ગોળ ગોળ ફેલાવી દયો ને તડકામાં એક બે દિવસ સૂકવો ને જો ઘર માં સૂકવવા હોય તો પંખાનીચે બે ત્રણ દિવસ સુધી સૂકવો
  • પાપડ સુકાઈ ને પોતેજ ઉખડી જશે જ્યારે પાપડ સાવ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને જ્યારે પણ મન થાય કે વ્રત ઉપવાસ હોય ત્યારે તરી ને મજા લ્યો સાબુદાણા બટાકાના પાપડ

Notes

  • માપ હમેશા જેટલા સાબુદાણા હોય એટલા જ બટાકા નાખવા
  • મીઠું નાખવામાં હમેશા ધ્યાન રાખવું અને બને તો  થોડું ઓછું નાખવું નહિતર તરી લીધા બાદ પાપડ ખારા લાગશે અને તરી લીધા બાદ જો પાપડ મોરા લાગે તો ઉપર થી થોડું મીઠું છાંટી શકો છો
  • પાપડ હમેશા પ્લાસ્ટિક પર જ સુકાવા કપડા પર સુકાવસો તો પાપડ કપડા પર ચોંટી જસે ને ઉખાડવા સમયે તૂટી જસે ને કપડા ના રેસા પણ પાપડ પર ચોંટી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો