હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી ગરમ કરો પાણી ઉકળે એટલે એમાં બદામ નાખી હલાવી ને મિક્સ કરો ને અડધી મિનિટ ગરમ કરો ત્યાર બાદ પાણીથીકાઢી ઠંડા થવા દયો
એજ ગરમ પાણી માં પિસ્તા નાખી અડધી મિનિટ સુધી રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી ઠંડા કરો
બદામ પિસ્તા ઠંડા થાય એટલે એની છાલ ઉતારી ને તડકામાં અથવા પંખા નીચે પંદર વીસ મિનિટ સુધી સુકાવા દયો(આ પ્રકિયા તમે એક દિવસ આગળ કરી ને પણ રાખી શકો છો)
ખસખસ ને અડધી મિનિટ માટે કડાઈ માં ડ્રાય રોસ્ટકરી ઠંડી કરી લેવી
હવે એક મિક્સર જારમાં છોલેલ બદામ ,પીસ્તા , મગતરી ના બીજ, ખસખસ, મરી, ગુલાબના ફૂલની પાંખડી, વરિયાળી, એલચી પાઉડર ને પા કપ ખાંડ નાખી મિક્સર ને થોડી થોડી વારે રોકી રોકી ને પીસી ને ભૂકો તૈયાર કરવો છેલ્લે બાકી રહેલી ખાંડ નાખી પીસીને ઠંડાઈ ભૂકો તૈયાર કરી લેવો
ઠંડાઈ ભૂકો તૈયાર થાય એટલે છેલ્લે એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરો તો તૈયાર છે હોળી સ્પેશિયલઠંડાઈ પાઉડર જેને તૈયાર કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને બહાર મહિના સુંધી ને ફ્રીઝમાં મૂકી છ મહિના સુંધી ઠંડાઈ ની મજા લઇ શકો છે