Go Back
+ servings
પાલક પનીર બનાવવાની રીત - palak paneer recipe in Gujarati - palak paneer banavani rit

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati | Palak paneer banavani rit

પાલક અને પનીર ખાવાના ઘણા ફાયદા છે માટે આજે અમે પાલક પનીર બનાવવાની રીત , palak paneer recipe in Gujarati ,palak paneer banavani rit લાવ્યા છીએ
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિઓ

Ingredients

  • 1 જુડી પાલક (૫૦૦ ગ્રામ)
  • 250 ગ્રામ પનીર
  • 1 નાનો ટુકડો આદુ
  • 1-2 કડી લસણ
  • 2-3 નંગ લીલા મરચા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી બટર
  • 1 ચમચી જીરા
  • 1 નાનો ટુકડો તજ
  • 3-4 નંગ લવિંગ
  • 2 એલચી
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી કસૂરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ બાઉલ સમારેલી ડુંગળી
  • ½ બાઉલ સમારેલા ટામેટા
  • ¼ કપ પાણી
  • 2 ચમચી મલાઈ
  • સ્વાદ અનુસાર મીઠું

Instructions

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer banavani rit

  • સૌ પ્રથમ પાલક ને સારી રીતે પાણી માં ધોઈ તેનેગેસ પર થોડા પાણી માં ઉકળવા દેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દઈ મિક્ષચર માં એ પાલકનાખી તેમાં આદુ, લસણ, લીલા મરચા નાખી તેની પેસ્ટ બનાવવી.
  • ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ અને ૧ ચમચી બટરલઇ ગરમ કરી તેમાં પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુદી  શેકી લેવા.
  • પનીર ના ટુકડા શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માંકાઢી લેવા, પછી તે જ તેલ માં જીરું, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, થોડી કસુરી મેથીનાખી તેને સાંતળી લેવું.
  • પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડીગોલ્ડન બ્રાઉન થવા દેવી. ડુંગળી સાંતળી લીધા પછી તેમાં સમારેલા ટમેટા નાખી તેનેબરાબર મિક્સ કરી તેને ૩ થી ૪ મિનીટ સુદી ચડવા દેવું.   
  • હવે તેમાં પાલક ની પેસ્ટ, પા કપ જેટલું પાણી અનેસ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવું.
  • શેકેલા પનીર ના ટુકડા નાખી તેને ૫ મિનીટ ધીમાગેસે રાખવું. બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ગરમ મસાલો, થોડી કસુરી મેથી અને ૨ ચમચીજેટલી ક્રીમ નાખી તેને હલાવી લેવુ. તો હવે સર્વ કરવા માટે તૈયાર છે પૌષ્ટિક એવુંપાલક પનીર નું શાક. 

Palak paneer recipe in Gujarati notes

  • સર્વ કરતા પહેલા તેમાં સજાવવા માટે ઉપર થી થોડી ક્રીમ નાખવી.
  • જો ક્રીમ ન હોય તો ઘર ની મલાઈ પણ નાખી શકાય છે.

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો