મેંદાના બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ને એના પુરી બનાવવા માટે બનાવીએ એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને કોરા લોટ ની મદદ થી રોટલી જેવી જાડી પુરી વણી લ્યો
વણેલી રોટલી પર વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો આમ બીજો લુવો લઈ બીજી પુરી વણી લ્યો એને પણ વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો
હવે એક પુરી ની કિનારી પર પાણી વારો હાથ કરી પાણી લગાવો ને વચ્ચે એક ચમચી માવા નું સ્ટફિંગ /પૂરણ મૂકો હવે બીજી પુરી જેતૈયાર કરેલી એની કિનારી પર પણ આંગળી વડે પાણી લાગવો ને એ પૂરી ને સ્ટફિંગ /પૂરણ મુકેલી પુરી પર મૂકો ને બધી બાજુ થી બરોબર આંગળી વડે દબાવી ને પેક કરો
હવે કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવતા જઈ અંદર ની બાજુ વાળતા જાઓ આખીપુરી વારી લીધા પછી તૈયાર ગુજિયા ને ભીનું કરી નીચોવેલ કપડા નીચે મૂકો જેથી સુકાય નહિ
આમ બધીપુરી બનાવી પૂરણ ભરી ને વારી ને તૈયાર કરી લ્યો ને ભીના કપડાં નીચે મૂકતા જાઓ બધી ગુજિયા તૈયાર થઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ /ઘી ને ગરમ કરવા મૂકો
ઘી ગરમ થાય ત્યાં સુધી એક તપેલી માં એક કપ ખાંડ ને એક કપ પાણી નાંખી ગેસ પર ફૂલ તાપે હલાવતાથી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે તેમાં કેસરના તાંતણા નાખી ને એક બે ટીપાં લીંબુ નો રસ નાખી ઉકાળો ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને ઠંડી થવા દયો
તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ ગુજિયા બે ચાર નાખી મિડીયમ તાપે તરવા મટે નાખો એક બાજુ સહેજ શેકાઈ જાય ત્યાર બાદ એને ઉથલાવી બીજી બાજુ પણ શેકોને બને બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ગુજિયા ને હમેશા ધીમા તાપે તરવી
તરેલી ગુજિયા ને તેલ માંથી કાઢી તૈયાર કરેલ ચાસણીમાં નાખો ને ચાસણી થી કોટીગ કરી કાઢી લ્યોને ઉપર પિસ્તા કાજુ ને બદામ ની કતરણ ને સુકેલ ગુલાબની પાંખડી થી ગાર્નિશ કરી આમ બધી ગૂજીયા ને તરી ને ચાસણી માં બોરી ને કાઢી ગાર્નિશ કરી તૈયાર કરો
આ ગુજિયાને બહાર ઘણા દિવસ નહિ રાખી શકો કેમ કે એમાં માવો નાખેલ છે તેથી ફ્રીઝ માં મૂકવી અને ફ્રીઝ માં મુકેલી ગુજિયા દસ પંદર દિવસ સુધી ખાઈ શકાય છે