ફૂલવાડી બનાવવા સૌપ્રથમ કડાઈ ગરમ કરી એમાં વરિયાળી, જીરું ને આખા ધાણા ને બે મિનિટ શેકી લ્યો શેકી લીધા બાદ થોડા ઠંડા થાય એટલેદર્દરા પીસી લ્યો
હવે એક વાસણમાં ચણાના કરકરા લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં સોજી ચારીને નાખો ત્યાર બાદ એમાં શેકેલા જીરું વરિયાળી ને ધાણા પીસેલા નાખો, લાલ મરચાનો પાઉડર, હળદર, તલ , ગરમ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું પીસેલી ખાંડ,આમચૂર પાઉડર ને દહી નાખી ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક વઘરિયામાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બેકિંગ સોડાનાખો ને તેલ ને ચણા ના લોટમાં નાખી ચમચા વડે મિક્સ કરો
હવે થોડું થોડું પાણી નાખી ને હાથ વડે નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી અડધો કલાક સુધી રેસ્ટ કરવા મૂકો
અડધા કલાક પછી ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ કરવા મૂકો એક અમુક દૂધની થેલી અથવા કોઈપણ પ્લાસ્ટિક ની થેલી સાફ કરી લ્યો એમાં ફૂલવડી નું મિશ્રણ નાખી ઉપર થી બંધ કરી નાખોને કાતર થી નાનો કટ મારી દયો પ્લાસ્ટિક કોન તૈયાર કરી લ્યો
તેલ ગરમ થઇ જાય એટલે પ્લાસ્ટિક કોન માંથી દબાવી ને જાડી વડી નાખતા જાઓ ને કટ મારતા જાઓ જેટલી કડાઈમાં સમાય એટલી નાખો
વડીને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજી વડી નાખીએને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી વડીઓ તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયોપછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા જેને તમે ઘરે કે પ્રવાસમાં નાસ્તા લઈ જઈ શકો છો ને ગરમચા સાથે મજા લ્યો ફૂલવડી
અથવા ફૂલવડી ના જારા પર તેલ લાગવી દયો ને જારા પર થોડો ફૂલવડી નો લોટ લ્યો ને દબાવી ને વડી કરો ને ગોલ્ડન તરી લેવા