સૌ પ્રથમ આદુ અને મરચા લીધા છે તેની પેસ્ટ બનાવીલેવી.
પેસ્ટ બનાવી લીધા બાદ છાસ માં તે પેસ્ટ અને ૩ચમચા બેસન નાખી બ્લેન્ડર થી પીસી લેવું.(બ્લેન્ડર ન હોય તો ઝરણી થી પણ મિક્સ કરીશકાય છે.)બેસન ના ગંઠા ન થાય એ રીતે બરાબર મિક્સ કરી લેવું.
હવે એ છાસ ને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતારેવું જેથી નીચે ચોટી ન જાય. તેમાં ઉકાળો આવી ગયા બાદ હવે સાઈડ માં બીજા ગેસ પર એકપેઈન માં ઘી નાખી ગરમ કરવું.
ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથી દાણા, આખુંલાલ મરચું, તજ, લવિંગ, જીરું નાખી બરાબર સાંતળી લેવું. મેથી દાણા થોડા લાલ થાયત્યાં સુદી સાંતળી લઇ હવે તેમાં મીઠા લીમડા ના થોડા પાન નાખી ગેસ બંદ કરી લેવું.
હવે આ તડકા ને આપણે જે કઢી ઉકળવા રાખી છે તેમાંનાખી બરાબર મિક્સ કરી લેવું. તેને ૨ થી ૩ મિનીટ માટે ઉકળવા દેવું જેથી કઢી અનેતેમાં જે તડકા નાખ્યો છે તે બરાબર મિક્સ થઈ જાય.
કઢી થોડી ઉકળી ગયા પછી તેમાં સ્વાદાનુસાર મીઠુંઅને ખાંડ નાખી મિક્સ થવા દેવું. છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી હલાવી લેવું. તોતૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી કઢી.