વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચારપાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો
હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો
હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)
બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો