Go Back
+ servings
કાચી કેરીનું શરબત બનાવવાની રીત - કાચી કેરી નો શરબત બનાવવાની રીત - kachi keri no sarbat banavani rit - kachi keri nu sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat | kachi keri no sarbat

નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત,  kachi keri no sarbat banavani rit, kachi keri nusharbat recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 9 minutes
Total Time: 9 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients

  • 1 કાચી કેરી મોટી જો મોટીના હોય  ને કરી નાની હોય તો 2
  • ½ કપ ખાંડ/ ખડી સાકાર
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ફુદીના ના પાન
  • તીખું લીલું મરચું સુધારેલ
  • 1 ચમચી શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • 2-3 કપ પાણી
  • બરફના ટૂકડા

Instructions

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe in gujarati

  • કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથીકેરી ના નાના નાના ટુકડા કરી લ્યો
  • મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીનાના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો
  • હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યારબાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો
  • હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજાલ્યો કાચી કેરીનો શરબત

Kachi keri sarbat recipe notes

  • તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
  • મિક્સરમાં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો