સૌ પ્રથમ ચોખા ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખીએક બાજુ મૂકી દયો
હવે ગેસ પર કુકર ને ગરમ કરવા મૂકો હવે કૂકરમાં તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા તજ, તમાલપત્ર લવિંગ, એલચી, મોટી એલચી,જાવેત્રી ને જીરું નાખી શેકો
ત્યાર બાદ એમાં ડુંગરી સુધારેલ નાખીને મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી ચડાવો
ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો સુધારેલ રીંગણ. ટિંડોડા, ફૂલ કોબી ના ફૂલ, વટાણા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો
ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને ગરમ મસાલો ને પહેલા ફૂટી ને તૈયાર મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટા નાખો ને ફરી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
પાંચ મિનિટ પચ્છી એમાં લીલા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે) નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પલાળી રાખેલ ભાત નું પાણી નિતારી ભાત ને નાખો ને મિક્સ કરો
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને દોઢ કપ પાણી (પાણી ભાત ઉપર આધાર રાખે છે ક્યારેક પાણી થોડું વધુ ઓછું લાગી શકે છે) નાખી બરોબર મિક્સ કરોને કુકતનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડાવો
બે સીટી થાય એટલે ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવા જો ભાત ના ચડ્યા હોય તો બીજી પાંચ મિનિટ ચડવા
જો મસાલા ભાત બરોબર ચડી ગયા હોય તો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રાયતું કે દહી કે ડુંગરી સાથે સર્વ કરો