શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવાને પાણી નીતરવા મૂકી દેવા
હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો,લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો
હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠાન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલેએના કટકા કરી લેવા
હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી નાપીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી