ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit | chocolate cupcake recipe in Gujarati
આપણે ચોકલેટ કપ કેક બનાવવાની રીત કુકર અને ઓવન બને રીતે ઘર માં કેમ બનાવવા માટે ની રીત જોઈશું તો ચાલો બનાવીએ ચોકલેટ કપ કેક, chocolate cupcake banavani rit recipe in Gujarati
5 from 3 votes
Prep Time: 15 minutesminutes
Cook Time: 15 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 0૪ વ્યક્તિ
Ingredients
કેક બનાવવા માટે જરૂરી સામગ્રી
૧ કપ મેંદો
૧ કપ છાસ/પાણી
અડધો કપ પીસેલી ખાંડ
અડધો કપ કોકો પાઉડર
૧ ચમચી બેકિંગ પાઉડર
પા ચમચી બેકિંગ સોડા
ચપટી મીઠું
૧ ચમચી વેનીલા એસેન્સ
અડધો કપ તેલ
કેક ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
૧૪૦ ગ્રામ માખણ
૨ કપ પીસેલી ખાંડ
અડધો કપ કોકો પાઉડર
૧ ચમચી વેનીલા એસન્સ
૩-૪ ચમચી દૂધ
Instructions
કેક બનાવવામાટે સૌ પ્રથમ એક તપેલી માં ૧ કપ છાસ/ પાણી લ્યો, તેમાં પીસેલીખાંડ , તેલ ને વેનીલા એસેંસ નાખીખાંડ ઓગળે ત્યાં સુંધી મિકસ કરો
હવે એક ચારણીમાંએક કપ મેંદો , બેકિંગપાઉડર, બેકિંગ સોડા, મીઠું ને કોકો પાઉડરનાખી મિશ્રણ ને તપેલી માં ચારી લ્યો, હવે બને નેગમે તે એક બાજુ ધીમે ધીમે હલવી ને મિકસ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે નાના નાનાપેપર કપ/ સિલ્વર ફોઇલ કપ લ્યો અથવા નાનીવાટકી પણ લઈ સકો છો, આ કપ ને મિશ્રણનાખી પોણા કપ જેટલા ભરી લ્યો
હવે તૈયારકરેલ કપ ને ઓવેન માં મૂકી ને ૧૪૦ ડિગ્રી તાપ ૧૦-૧૫ મિનિટ ચડાવો, અથવા તો ગેસપર કુકર ને સિટી ને રીંગ કાઢી ને ફૂલ તાપે ગરમ કરો
કુકર ગરમ થાયએટલે તેમાં તૈયાર કરેલ કપ કેક મૂકી મિડીયમ તાપે૧૦-૧૫ મિનિટ ચઢવા દો, હવે તૈયારકપ કેક ને ઠંડા થવા દયો
કપ કેક ઠંડાથાય ત્યાં સુંધી તેના ગાર્નિશ માટે ની ક્રીમ તૈયાર કરીએ, એક વાસણ માંરૂમ ટેમ્પ્રેચર માં આવેલ ૧૪૦ ગ્રામ માખણ લ્યો
તેને બિટરવડે અથવા હાથ વડે મિકસ કરો હવે તેમાં ૧ કપ પીસેલી ખાંડ નાખી ૫ મિનિટ મિક્સ કરો, હવે એમાં ૧-૨ ચમચી ઠંડુ દુધ નાખી ૫ મિનિટ મિકસ કરો
હવે એમાં બીજોએક કપ પીસેલી ખાંડ નાખી મિક્સ કરો ,ત્યાર બાદએમાં ૧-૨ ચમચી દૂધ ને અડધો કપ કોકોપાઉડર નાખી બરોબર મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા બને ને મિશ્રણ ફલપી લાગે
હવે તૈયારક્રીમ ને પાપિંગ બેગ માં ભરી ઠંડા થયેલા કપ કેક પર ગાર્નિશ કરો
Notes
મેંદા ની જગ્યાએ તમે ઘઉં નો લોટ વાપરી સકો છો જેથી કેક હેલ્થી બને
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો