Go Back
+ servings
સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત - suran nu farali shaak banavani rit gujarati ma - ફરાળી સુરણ નુ શાક બનાવવાની રીત - farali suran nu shaak banavani rit - suran nu farali shaak recipe in gujarati

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત | suran nu farali shaak banavani rit | suran nu farali shaak recipe in gujarati

આજે આપણે સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત - suran nu farali shaak banavani rit gujarati ma શીખીશું. વ્રત ઉપવાસ હોય ત્યારેએક નું એક બટાકાનું શાક ખાઈ ને કંટાળી ગયા હો તો એક વાર આ રીતે સુરણ નું શાક બનાવીને ખાસો તો ચોક્કસ બીજી વાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો સુરણનું ફરાળી શાક બનાવવાનીરીત - farali suran nu shaak banavani rit - suran nu farali shaak recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

સુરણ નુ ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી | farali suran nu shaak ingredients

  • સુરણ 500 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા અધ્ધ કચરા પીસેલા ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • નારિયળનું છીણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત -  suran nu farali shaak banavani rit gujarati ma

  • સુરણ નું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ સુરણ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યોને ફરી એક વાર ધોઇ લેવા
  • હવે એના મીડીયમ મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ઢોકરીયાં માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એના પર ચારણી મૂકી એમાં સુરણ ના કટકા મૂકી ઢાંકી ને દસ બાર મિનિટ બાફી લ્યો
  • સુરણ બરોબર બાફી લીધા બાદ ચારણી બહાર કાઢી સુરણ ઠંડા થવા દયો ત્યાર બાદ એના થોડા નાના ટુકડાકરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડેએટલે એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા ને તલ નાખી મિક્સ કરો સાથે સીંગદાણા નો ભૂકો નાખી એક બેમિનિટ શેકો.
  •  હવે એમાં બાફી રાખેલ સુરણ ના કટકાનાખો ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને મિક્સ કરો ને ધીમે તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટશેકવા દયો
  • સુરણએક બાજુ થોડું શેકાઈ એટલે ઉથલાવી બીજી બાજુ પણ શેકો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાંખાંડ, નારિયળ નું છીણને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
  • છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરી આ ફરાળી શાક સીધું અથવા ફરાળી રોટલી પુરી સાથે ગરમ ગરમ સર્વ કરો

farali suran nu shaak recipe in gujarati notes

  • સુરણને બાફતી વખતે એના મોટા કટકા રાખવા નહિતર જો નાના કટકા કરેલ હસે તો  બાફી લીધા બાદ છુંદો થઈ જસે
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો