કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો
ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)
ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો
કેરીનો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકોછો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો