બટેકાની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળમાટી નીકળી જાય
હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જોનાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાંનાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યારબાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર નેબે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો
હવે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખોને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે
હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય
હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડીલેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યોત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કેસાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર