સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાંબે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એનીઅંદર રહેલ બીજ કાઢી લ્યો
આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળીકે બ્રાઉન છાલ ને કાઢી લ્યો
હવે કુકરકે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો
હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોયતો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો
ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડીથાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાયએટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો
અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાંછીણી લ્યો
હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાકમોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી
જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોયતો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલકે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો
ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાંભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી,શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો