સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ,હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું,હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
પાટલાને વેલણ પર તેલ લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાયહવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યોહવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી નેફરી વેલણ થી એક બે વાર વણી લ્યો
હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યારબાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો
રોટી નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલેતવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો
તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો