Go Back
+ servings
ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત - ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત - gunda nu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak recipe in gujarati language

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit

આજે આપણે ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીશું. ગુંદા ઉનાળામાં જ મળે છે ને એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે અને ઘણા તો પાકા ગુંદા એમજ પણ ખાતા હોય છે ને એનું અથાણું, શાક ને રાજસ્થાનમાં તો સુકમણી પણ કરવા માં આવે છે તો હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યા છે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત  - gunda nu shaak banavani rit - gunda nu bharelu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak recipein gujarati language  શીખીએ
3 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા ગુંદા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | gunda nu shaak banava jaruri samgri

  • 300 ગ્રામ ગુંદા

ગુંદાને ભરવાનો મસાલો બનાવવાની સામગ્રી

  • ¾ કપ બેસન
  • 2 ચમચી તેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી સિંગદાણાનો ભૂકો
  • 1 ચમચી છીનેલ ગોળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી |gunda na vaghar ni samgri

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ જીરું 
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી નારિયેળનું છીણ (ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • બચેલો બેસનનો ભરવા મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

gunda nu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak recipe in gujarati language

  • હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યાછે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનુ શાક બનાવવાની રીત 

ગુંદા ભરવાનો મસાલો બનાવવાની રીત | gunda no masalo banavani rit

  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં ચરેલો બેસન નાખી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવો શેકેલો મસાલો બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો
  • હવે ઠંડા થયેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સીંગદાણા નો ભૂકો, ગોળ, લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલો તૈયાર કરીએક બાજુ મૂકો

ગુંદા સાફ કરવાની અને ભરવાની રીત | gunda saf ane bharvani rit

  • સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં ધોઇ સાફ કરો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરા કરી લ્યો ને એની ટોપલી કાઢી લ્યો હવે મોટા પથ્થર કે ધસતા થી જે ભાગ માંથી ટોપલી કાઢી ત્યાં મારી અંદરથી બીજ નીકળે એટલું તોડો બધા ગુંડાના મોઢા તોડ્યા પછી હાથમાં મીઠું લગાવી લ્યો ને ચાકુ કે જાડી દાડી પર મીઠું લગાવી બીજને ગુંદા થી અલગ કરતા જાઓ આમ બધા ગુંદા માંથી બીજ કાઢી લ્યો
  • ગુંદા સાફ કર્યા બાદ તૈયાર કરેલ મસાલો થોડો થોડો ગુંદમાં ભરી લ્યો ને બધા ગુંદા ને બેસનનામસાલા થી ભરી તૈયાર કરી લ્યો

ભરેલા ગુંદા ને વઘારવાની રીત | gunda ne vagharvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં રાઈ જીરુ ને સફેદ તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને ભરેલા ગુંદા એમાં નાખી દયો ને હલકા હાથે મિક્સ કરો
  •  હવે એમાં પા ચમચી હળદર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ગુંદા બરોબર ચડી ગયા હસે તો એનો રંગ બદલી ગયો જસે
  •  તો એમાં ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, નારિયળ છીણ, લીલા ધાણા સુધારેલા ને બચેલો બેસનનો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગુંદાનું ભરેલું શાક

gunda nu shaak banavani rit notes

  • ગુંદા માં ચિકાસ હોવાના કારણે સાફ કરતી વખતે મીઠું ઘણી માત્રામાં સાથે રાખવું ને થોડી થોડી વારે મીઠામાં હાથ કે ચાકુ નાખી ને જ ગુંદા ને સાફ કરવા
  • જો તમને આમ ગુંદા ના બીજ કાઢી સાફ કરવા ના ફાવે તો ગુંદા ની ટોપલી કાઢી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગુંદા નાખી ઢાંકી પાંચ થી દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ઠંડા કરી હાથ થી દબાવશો તો બીજ નીકળી જસે
  • જો તમે સીધા શેકવા ના હોય તો ભરેલા ગુંદા ને ચારણી પર મૂકી ઢોકરિયાં માં દસ મિનિટ બાફી ને પણ વઘારી શકો છો
  • આ બેસનના મસાલો તમે થોડી વધારે માત્રામાં બનાવી ને બીજા શાક ભરવામાં પણ વાપરી શકો છો ને પંદર-વીસ દિવસ સુધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો