સૌ પ્રથમ આલુને ધોઇ સાફ કરો ને ત્યાર બાદ છોલી લેવા ને ચાકુથી મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યોને ટુકડાને પાણી ભરેલી તપેલીમાં નાખી દયો જેથી બટાકા કાળા ના પડે
હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે આદુની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો
હવે એમાં બેસન નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો બેસન શેકાવાની સુગંધ આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
હવે એમાં તૈયાર કરેલ ટમેટાની પ્યૂરી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, ગોળ ને એક થી દોઢ કપ ગરમ પાણી નાખી બધું બરોબર મિક્સ કરી હલાવી લ્યો ને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી સુંધી મિડીયમ તાપે ચડવા દયો
ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકરમાંથી જાતે હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો ને ફરી ગેસ ચાલુ કરો હવે મેસર વડે થોડા બટેકા મેસ કરી લ્યો જેથી રસો ઘાટો થાય
ત્યાર બાદ એમાં ગરમ મસાલો,કસુરી મેથી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને ત્રણ ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે આલું નું શાક
તૈયાર શાક ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર આદુની કતરણ,લીલા ધાણા સુધારેલા ને લીલા મરચા થી ગાર્નિશ કરો