સૌ પ્રથમ કેરી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લેવી હવે એની ગોટલી કાઢી નાખી મિડીયમ કટકા કરી લ્યો
ફુદીનાના પાન ડાળીથી અલગ કરો ને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો
હવે મિક્સર જારમાં કેરીના કટકા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું, વરિયાળી, સંચળ નેસ્વાદ મુજબ મીઠું નાખો (ધ્યાન રાખવું સંચળ નાખેલ હોવાથી મીઠુંઓછું જોઈશે)
હવે જાર ને મિક્સર પર મૂકી એક બે વાર પીસો હવે જારનું ઢાંકણ ખોલી ત્રણ ચાર ચમચી પાણી નાખી સમુથ પીસી લ્યો તો તૈયાર છે કેરીની ચટણી