સૌ પ્રથમ કેરી ને બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ છોલી લેવી હવે છીણી વડે કેરી ને છીણી લ્યો છીણેલી કેરી એક વાસણમાં લ્યો ને એમાં બે ત્રણ ચમચી મીઠું અને એક ચમચી હરદળ નાખી મિક્સ કરોને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
હવે ગુંદા ની ટોપલી કદી પાણી થી ધોઈ સાફ કરી લ્યો ને કપડામાં કોરા કરી લ્યો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલન રહે) હવે હાથ થી કે ધસતાં થી થોડું દબાવી ગુંદા ને ટોપલી વાળાભાગમાં તોડો ને ચાકુ કે લાકડી ની મદદ થી અંદર થી બીજ/ઠારિયો કાઢીનાખો આમ બધા ગુંદા ના બીજ કાઢી કપડા પર ફેલાવી દયો (બીજ કાઢતી વખતે હાથમાં થોડું મીઠું લગાવું જેથી ગુંદાની ચિકાસ હાથ પર ના લાગે)
ગેસ પર એક કડાઈમાં આશરે પાંચ સો થી છ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગ્રામ થાય એટલેગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવું
હવે એ વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, વરિયાળી , બે ત્રણ ચમચી મીઠું (સ્વાદ મુજબ મીઠું) નેહિંગ લ્યો એમાં ગરમ કરી થડું કરવા મૂકેલ તેલ માંથી થોડું ગરમ હોય એવું એક કપ જેટલું તેલ મસાલા સાથે નાખી મિક્સ કરી લ્યો
હવે છીણેલી કેરી જે એક બાજુ મૂકેલ હતી એનાથી હાથ થી નીચવી છીણેલી કેરી અલગ કરી લ્યો ને નીચોવેલી કરી જે મસાલો તૈયાર કરેલ એમાં નાખી મિક્સ કરો
હવે એક એક ગુંદા ને લ્યો ને એમાં તૈયાર કરેલ મસાલો નાખી આખા ભરી લ્યો ને ભરેલા ગુંદા તપેલી કે કાંચ ની સાફ બરણી માં મૂકતા જાઓ ને બાદ ગુંદા ભરી લીધા બાદ બચેલો મસાલો ભરેલા ગુંદા પર નાખી દયો ને તપેલી કે જાર બંધ કરી 24 કલાક સુધી એક બાજુ મકી દયો
ચોવીસ કલાક પછી એના પર જે તેલ ગરમ કરી થડુ કરેલ હતું એ ગુંદા ને મસાલો ડૂબે એટલું નાખી ને એક વાર સાફ ચમચા થી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મૂકી દયો આમ છ સાત દિવસ રોજ દિવસમાં એક વાર સાફ ચમચાથી ગુંદા ને ઉથલાવવા સાત દિવસ પછી ગુંદા નું અથાણું તૈયાર છે