સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ ને બે ચમચી પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી મિશ્રણ ને ફરી મિક્સ કરો
હવે એમાં થોડો બેસન ને થોડુ પાણી નાખી મિક્સ કરો આમ થોડું પાણી ને થોડો બેસન નાખતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી નેપાંચ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણીને ગરમ મૂકો ને થાળી કે મોલ્ડ ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરો ને ગ્રીસ કરેલી થાળી કડાઈમાં માં કાંઠા પર મૂકો
પાંચ મિનિટ પછી ફરી બધું બરોબર મિક્સ કરો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને મૂકો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં પોણી ભરાય એટલું નાખી દેવું ને ઢાંકી ને બાર થી પંદર મિનિટ ફૂલ તાપે ચડવા દયો (જો મિશ્રણ બચે તો બીજી થાળીગ્રીસ કરી પહેલી થાળી ચડી જાય ત્યાર પછી બીજી થાળી માં મિશ્રણ નાખી ચડાવી લેવી)
ખમણ પંદર મિનિટમાં બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દેવા ખમણ સાવ ઠંડા થાય એટલે થાળી માંથી કાઢી લ્યો ને સરવિંગ પ્લેટ માં મૂકી એનાચાકુ વડે કાપા પાડી લેવા