સૌ પ્રથમ કેરી ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો હવે એના મિડીયમ સાઇઝના અથવા તમને ગમે એ સાઇઝ ના ટુકડા કરી લ્યો
હવે ટુકડાને એક વાસણમાં લ્યો ને એમાં અડધી ચમચી હળદર ને દોઢ ચમચી મીઠું નાખી મિક્સ કરીલ્યો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
ત્રણ કલાક પછી કેરી ને ચારણીમાં લઈ કેરી ને કેરીનું પાણી અલગ કરી લ્યો ને કેરી ને સાફ કપડાપર એક એક અલગ અલગ આશરે છ સાત કલાક સૂકવી નાખો અથવાઆખી રાત સુકાવા દયો
કેરી સાત કલાક સૂકવી લીધા બાદ એક વાસણમાં લઈ લ્યો ને એક બાજુ મૂકો સાથે ગોળ ને સાવ જીણો સુધારી લ્યો અથવા ફૂટી લ્યો અથવા છીણી લેવો અને વરિયાળી ને તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખવી અથવા શેકી લેવી
હવે એક મોટી તપેલી લ્યો એમાં સૌ પ્રથમ રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખો હવે એના પર રાઈના કુરિયા, મેથીના કુરિયા , વરિયાળી, ધાણા ના કુરિયા નાખો
હવે એના પર સૂંઠ પાઉડર, હળદર, મીઠું ને હિંગ નાખો ત્યાર બાદ લવિંગ, મરી ને તજના ટુકડા નાખી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા કાઢે એટલે ગેસ બંધ કરો ને તેલ માંથી ધુમાડા નીકળવા નું બંધ થાય ત્યાં સુધી ઠંડુ કરો હવે ઠંડુ થયેલ તેલ મસાલા પર નાખોને તપેલી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બધા મસાલા બરોબર મિક્સ કરો હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને મસાલા બરોબર મિક્સ થાય એટલે એમાં સૂકવેલી કેરીના કટકા નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
કેરીને મસાલો બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને મૂકી દયો ને રોજ સવાર સાંજ ચમચા થી હલાવતા રહો આમ ચાર પાંચ દિવસ રોજ હલાવતા રહો પાંચ દિવસ માં મસાલો ને ગોળ કેરી બધું બરોબર મિક્સ થઈ જસે તૈયાર ગોળ કેરીનું અથાણું બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરીનું અથાણું