ચણા મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મેથીદાના લઈ એને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો
છ કલાક પલાળી રાખ્યા બાદ ચણા ને મેથી નું પાણી નિતારી લ્યો ને બને ને કેરી ના અથાણામાં કેરી નિતારી બચેલા પાણી માં પલાળેલા ચણા ને મેથી નાખી ને મિક્સ કરી ઢાંકી નેએક રાત અથવા પંદર કલાક જેટલું પલળી મૂકો
પંદર કલાક પછી મેથી ને ચણા ને ચારણીમાં નાખી નિતારી લ્યો ને કોરા કપડા પર છૂટા ફેલાવી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો ત્રણ કલાક માં મેથી ને ચણા સુકાઈ જાય એટલે એક વાસણમાં ભેગા કરીલ્યો ને એક કેરી ને છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં રાઈના કુરિયા ને બે ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ને શેકેલી રાઈના કુરિયા એક થાળીમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં મેથીના કુરિયા ને બે મિનિટ શેકો ને એને પણ થાળીમાં કાઢી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠું નાખી હલાવી બે મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એ કડાઈમાં એક કપ જેટલું પાણી ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો
હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી લઈ અધ કચરી પીસી લ્યો પીસેલા મસાલા એક મોટી તપેલી માં લ્યો એમાં હિંગ , હળદર નાખો હવે એમાંનવશેકું તેલની ચાર પાંચ ચમચી નાખો ને બે ચાર મિનિટ ઢાંકી ને મૂકો
ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસાલા ને મિક્સ કરો ને એમાં મીઠું, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સૂકવેલા ચણા, મેથી ને છીણેલી કેરી નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો
હવે તૈયાર અથાણાં ને કાંચ ની બરણીમાં ભરી લ્યો ને ઉપર જે તેલ ઠંડું થઈ ગયું એ નાખો અથાણાંથી ઉપર અડધી આંગળી ઉપર રહે એટલું તેલ નાખવું
અથાણાંને રોજ ચાર પાંચ દિવસમાં એક બે વખત ચમચા થી બરોબર મિક્સ કરો ને ચાર પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે