Go Back
+ servings
ફુદીનાની ની ચટણી બનાવવાની રીત - fudina ni chatni banavani rit - pudina ni chatni banavani rit - pudina ni chatni banavani recipe - pudina chutney recipe in gujarati - pudina ni chatni recipe in gujarati

ફુદીનાની ની ચટણી બનાવવાની રીત | fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit | pudina ni chatni banavani recipe | pudina chutney recipe in gujarati

આજે આપણે ફુદીનાની ની ચટણી બનાવવાની રીત- fudina ni chatni banavani rit - pudina ni chatni banavani rit શીખીશું. ચટણીઓ તો કેટલીય અલગઅલગ રીત થી બનતી હોય છે જેમ કે ટમેટાની, ધાણાની, આંબલીની વગેરે પણ ફુદીના ચટણી મૂડ રીફ્રેશ કરી નાખે છે ને સ્વાસ્થ્ય માટે પણખૂબ ફાયદાકારક હોય છે ને બધાજ નાસ્તા ને જમણ અધૂરા લાગે છે આજ આપણે એક ફુદીના ની ચટણીમાંથી ત્રણ પ્રકારની ફુદીના ચટણી બનાવવાની રીત pudina ni chatni banavani recipe,  pudina chutney recipe in gujarati , pudina ni chatni recipe in gujarati language  શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

ફુદીના ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ લીલાધાણા સુધારેલા
  • 1 કપ ફુદીના
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી દાળિયા દાળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

ફુદીના દહી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ફુદીના ચટણી
  • 3-4 ચમચી દહી
  • મીઠું સ્વાદ મુજબ

ફુદીના માયોનીઝ ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ફુદીના ચટણી
  • 3 ચમચી પ્લેન માયોનીઝ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી સંચળ
  • ¼ ચમચી ચા ર્ટમસાલો ¼

Instructions

ફુદીના ચટણી બનાવવાની રીત | fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit | pudina ni chatni banavani recipe

  • સૌ પ્રથમ ફુદીનો સાફ કરી પાંદડા અલગ કરી લ્યો ને પાંદ ને બે ત્રણ વખત પાણી થી ધોઈ લ્યો ને ચારણીમાં ચાર પાંચ મિનિટ નીતારવા મૂકો અને લીલા ધાણા પણ સાફ કરી બે ત્રણ વખત પાણી થી ધોઈ લ્યોને ચારણીમાં ચાર પાંચ મિનિટ નીતારવા મૂકો
  • ધાણાને ફુદીનો નીતરી જાય એટલે મિક્સર જારમાં લ્યો એમાં લીંબુનો રસ, લીલા મરચા સુધારેલા,દાળિયા દાળ, આદુનો ટુકડો, સંચળ, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યોપીસવા માટે જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરી થી પીસી લ્યો તો તૈયાર છે ફુદીનાચટણી

ફુદીના દહી ચટણી બનાવવાની રીત | fudina dahi ni chatni banavani rit

  • આ ચટણી હોટલ કે રેસ્ટોરન્ટ માં કબાબ, ખાખરા કે ચાર્ટ સાથે સર્વ કરવા આવતી હોય છે
  • સૌ પ્રથમ મિક્સર જારમાં તૈયાર ફુદીના ચટણી લ્યો એમાં દહી નાખો ને પા ચમચી સંચળ નાખી પીસી લ્યો તૈયાર છે ફુદીના દહીં ચટણી

ફુદીના મયોનિઝ ચટણી બનાવવાની રીત | pudina mio chatni recipe in gujarati language

  • આ ચટણી પિત્ઝા , ફ્રેંચ ફ્રાઇજ,ઇટાલિયન ડીશ સાથે સર્વ કરવા આવતી હોય છે
  • મિક્સર જારમાં ફુદીના ની ચટણી લ્યો એમાં ત્રણ ચમચી પ્લેન માયોનિઝ નાખો સાથે સંચળ, ચાર્ટ મસાલો નાખીને પીસી લ્યો તો તૈયાર છે ફુદીના માયોનીઝ ચટણી

pudina chutney recipe notes

  • ફુદીના ચટણીમાં દાળિયા દાળ અથવા બુંદી નાખવા થી ચટણી થોડી ઘટ્ટ જ રહે છે
  • બે ભાગ લીલા ધાણા અને એક ભાગ ફુદીના લેવાથી ચટણી લીલીરહેશે કાળી નહિ પડે જલદી
  • ફુદીના ની એક ચટણી માંથી તમે ખૂબ ઓછી મહેનતે ત્રણ પ્રકારની ચટણીઓ બનવી તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો