મેંગો કેક બનાવવા સૌપ્રથમ આંબા ને છોલી કટકા કરી મિક્સર જારમાં લઇ પીસી લેવા ને પ્યુરી તૈયારકરી લ્યો
હવે એક વાસણમાં ચારણી મૂકો એમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ચપટી મીઠું નાખી ને ચારીલ્યો ને ચારેલા મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે બીજા એક વાસણમાં તેલ લ્યો એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એકકપ મેંગો પ્યુરી ને વેનીલા એસેન્શ્ નાખી મિક્સ કરો ને ખાંડ ને બિલકુલ ઓગળી નાખો ત્યારબાદ એમાં નોર્મલ દૂધ નાખી ને મિક્સ કરી લ્યો
હવે જેમાં કેક બેક કરવા નો છે એ કેક ટીન ને ગ્રીસ કરી ને એક ચમચી કોરા લોટથી ડસ્ટિંગ કરીએક બાજુ મૂકો જો તમારે બે અલગ અલગ બેઝ બનાવવા હોય તો બે માં ઘી લગાવી ડસ્ટીંગ કરી એકબાજુ મૂકો અને ગેસ પર કડાઈ કે કૂકરમાં વચ્ચે મીઠું નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવામૂકો
હવે જે ચારી ને એક બાજુ મૂકેલ સામગ્રી ને મેંગો ના મિશ્રણમાં થોડું થોડું કરી નાખતા જઈગમે તે એક બાજુ હલાવતા રહો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ટીનમાં નાખો ત્યાર બાદ ટીન ને એક બે વખત ટપ ટપાવોને ગેસ પ્ર મૂકેલ કૂકરમાં મૂકી દયો ને ઢાંકી ને દસ મિનિટ ફૂલ તપ ત્યાર બાદ ધીમા તાપેપંદર મિનિટ ચડાવો
જો તમે ઓવેન માં બનાવતા હો તો180 ડિગ્રી ઓવેન ને પ્રી હીટ કરો દસ મિનિટ ત્યાર બાદ કેક ને બેક કરવા35-40 મિનિટ મૂકવો
25-30 મિનિટમાં કેક બરોબર ચડી જસે એટલે ગેસ બંધ કરી ટીન ને બહાર કાઢી એક બેકલાક ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી નાખો