લીલા મરચાનું અથાણું બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો જો તમે વઢવાણી મરચા લેસો તો ખૂબ ટેસ્ટી લાગશે પણ એ મરચા ના મળે તો કોઈ પણ મિડીયમ તીખા મરચા લેવા અથવા થોડા જાડા આવે એ મરચા લેવા. મરચા ને પાણીમાં ધોઇ લ્યો ને કપડામાં કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
મરચા સાવ કોરા થાય એટલે એને દાડી થી અલગ કરી લ્યો ને ચાકુ થી લાંબો ઊભો ચિરો કરી લ્યો અને જો મરચા લાંબા હોય તો અડધે થી કાપી શકો છો ને કાપા કરેલ મરચા એક બાજુ મૂકો
હવે એક થાળીમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર,અજમો, જીરું ને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો
હવે કાપા કરેલ મરચામાં તૈયાર કરેલ મસાલો હાથથી ભરી લ્યો ને ભરેલા મરચા બરણીમાં મૂકતા જાઓ બધા મરચા ભરાઈ જાય એટલે બચેલો મસાલો જારમાં નાખી દયો ને ઉપરથી બે ચમચી લીંબુનો રસ નાખી ઢાંકણ બંધ કરી મિક્સ કરો
તૈયાર અથાણું એક દિવસ એમજ બહાર રહેવા દયો ને દિવસના એક બે વાર બરણીને હલાવી મિક્સ કરો નેએક દિવસ પછી મજા લ્યો લીલા મરચાનું અથાણું