ભરેલાં ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો જેથી કરી ભીંડામાં ચિકાસ ના આવે હવે એના ઉપર નીચેના ભાગે ચાકુ થી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચિરો પાડો આમ બધા ભીંડા ની ઉપર ની ટોપી ને નીચે ના ભાગ ની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પડી તૈયાર કરી એક બાજુ મૂકો
હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નેસ્વાદ મીઠું નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો ને ફરી થી બધા મસાલા મિક્સ કરી તો તૈયાર છે સ્ટફિંગ નો મસાલો
હવે ભીંડા માં જ્યાં ઊભા લાંબા કાપા કરેલ છે એમાં તૈયાર મસાલો બરોબર રીતે ભરી લ્યો બધાજ ભીંડા ભરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડા ને એમાં મૂકતા જાઓ બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડાવો
ચાર મિનિટ પછી ચમચા થી બધા ભીંડાને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી પાછા ભીંડા ને ઉથલાવી લ્યો ને એના પર બચેલો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને પાછા પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ભીંડા ને ચેક કરો જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલાં ભીંડા