ગુંદાનું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઈને સાફ કરી લો ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવાને પાણી સાવ સૂકવી નાખવું હવે ગુંદા ને ટોપલી થી અલગ કરી હથેળી થી કે નાના ઘસતા થી થોડું દબાવી ને તોડી લ્યો ને એના બે ભાગ કરી નાખો ને હાથ પર મીઠું લગાવી ચાકુ કે લાકડીની મદદ થી ગુંદા ના ઠારિયા અલગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને તેમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ બધા સૂકા મસાલા જેમ કે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,વરિયાળી પાઉડર નાખી એક મિનિટ શેકો
હવે એમાં સાફ કરેલા ગુંદા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી ચમચાથી બરોબર હલાવી લ્યો ને પાછા ત્રણ ચાર મિનિટ ચડાવોચાર મિનિટ પછી ગુંદા ને દબાવી ચેક કરો જો ગુંદા તૂટી જતાં હોય તો ગુંદા ચડી ગયા છે
ત્યારબાદ હવે એમાં કેરીનો પલ્પ કે છુંદો નાખો અથવા આમચૂર પાઉડર નાખી મિક્સ કરી ફરી થી સાત આઠ મિનિટશેકી લ્યો ગુંદા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો