Go Back
+ servings
દૂધ પાક બનાવવાની રીત - doodh pak recipe in gujarati language - દૂધ પાક બનાવવાની રેસીપી - દૂધ પાક ની રેસીપી - doodh pak banavani recipe - doodh pak recipe gujarati - gujarati doodh pak banavani rit

દૂધ પાક બનાવવાની રીત | doodh pak recipe in gujarati language | doodh pak banavani recipe | gujarati doodh pak banavani rit

આજે આપણે દૂધ પાક બનાવવાની રીત - દૂધ પાક બનાવવાની રેસીપી - દૂધ પાક ની રેસીપી શીખીશું. દૂધ પાક ને માતાજી ના પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે  ને નાના મોટા સૌ ને દૂધ પાક ને પુરી ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો doodh pak recipe in gujarati language, gujarati doodh pak banavani rit batao શીખીએ
3 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી તપેલી

Ingredients

દૂધ પાક બનાવવા જરૂરી સામગ્રી | doodh pak recipe ingredients

  • 4-5 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2-3 ચમચી ચોખા
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 2-3 ચમચી ચારવલી
  • 2-3 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી કાજુ ના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

દૂધ પાક બનાવવાની રીત|  દૂધ પાક ની રેસીપી | દૂધ પાક બનાવવાની રેસીપી | doodh pak recipe in gujarati language | gujarati doodh pak banavani rit

  • દૂધ પાક બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બે ત્રણ ચમચી ચોખા સાફ કરી એક બે વખત પાણીથી ધોઈ ચોખાને એક કપ પાણી માં અડધો કલાક પલાળી મુકો
  •  ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં મીડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ચોખા નું પાણી નિતારી નીતારેલ ચોખા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ચોખા ને દૂધમાં  દસ પંદર મિનિટ ચડાવો
  • દસ મિનિટ પછી ચોખા ના એક બે દાણા કાઢી ને ચેક કરો જો ચોખાનો દાણો દબાઈ જાય તો ચડી ગયા નહિતર બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ચેક કરી લ્યો જો દાણો ચડી ગયો હોય તો એમાં ખાંડ , પિસ્તાની કતરણ,બદામની કતરણ, ચારવલી, કાજુનાકટકા ને એલચી પાઉડર નાખી મિક્સ કરી પછી દસ પંદર મિનિટ ચડાવી લ્યો
  • દસ પંદર મિનિટ પછી બધું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો દૂધ પાક

doodh pak recipe gujarati notes

  • દૂધ પાક બનાવવા ફૂલ ક્રીમ દૂધ વાપરશો તો દૂધ સારું ઘટ્ટ થશે
  • અહી તમે કેસરના8-10 તાંતણા દૂધમાં પલાળી ને પણ નાખી શકો છો
  • ખાંડની જગ્યાએ મધ કે સુગર ફ્રી કે ખજૂર પાઉડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધ સાથે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુંધી ટાળવો
  • દૂધ પાક માં ચોખા એક બે ચમચી જ લેવા નહિતર દૂધ પાક ની જગ્યાએ ખીર બની જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો