ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ હાથથી મસળીને અજમો નાખો ને મરી દરદરા કરેલ, હિંગ , સોડા ને મીઠું નાખી એક બાજુ મૂકો
હવે વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને હિંગ ને સોડા પર નાખી દયો ને ચમચા થી મિક્સ કરો કેમ કે તેલ ગરમ છે તો હાથ બરી જસે ને તેલ થોડુ ઠંડુ થાય ત્યારબાદ હાથ થી મસળી લ્યો બધી સામગ્રી
હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી બીજું નાખી હલાવતા રહો દસ બાર મિનિટ સુંધી અથવા લોટ નો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી હલાવતા રહો આમ ગાંઠિયા માટે લોટ ને ફેટવો ખૂબ જરૂરી છે ના લોટ કઠણ જોઈએ ના સાવ ઢીલો
હવે લોટ ને એક બાજુ મૂકો ને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને સેવ મેકરમાં સેવ બનાવવા ની સૌથી મોટા કાણા વાળી જારી મૂકી ને તેલ થી ગ્રીસકરી ને તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ સેવ મેકર માં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરો
તેલ ગરમ થઇ જય એટલે સેવ મેકર ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા બનાવો ને એક બાજુ બરોબર ચડી જાય પછી બીજી બાજુ ઉથલાવી ને તરી લ્યો બને બાજુ તરી લીધા બાદ ઝારા ની મદદ થી કાઢી લ્યો
સેવ મેકર થી બીજા ગાંઠિયા પાડો ને તરી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો ને ત્યાર બાદઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા