ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ મરચા ને પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરીએમાં એક સાઈડ ચાકુથી કાપો પાડી લ્યો ને બીજ કાઢી એક બાજુ મૂકો (બીજ કાઢવા ઓપ્શનલ છે)
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી હિંગ નાખોને સાથે બેસન ને ચારીને નાખો ને ચમચાથી હલાવી ને શેકી લ્યો
બેસન બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો છેલ્લે એમાં લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
હવેતૈયાર મસાલા ને એક થાળીમાં કાઢી ઠંડો કરવા મૂકો મિશ્રણ ઠંડુ થાય પછી મરચામાં જે કાપાપાડેલ એમાં તૈયાર મસાલો ભરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ ને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા મરચા નાખો ને સાવ ધીમા તાપે મરચાં ને એક બાજુ બેત્રણ મિનિટ સુધી ચડવા દયો
ત્યાર બાદ ચમચાથી મરચા ને ઉથલાવી બીજીબાજુ ઢાંકી ને ચડાવો આમ પાંચ સાત મિનિટ ફેરવી ને મરચા ને બધી બાજુ ચડાવી લ્યો છેલ્લેએમાં બચેલ બેસન નો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ગરમ ગરમ ખીચડી,રોટલી, રોટલા સાથે સર્વ કરો ભરેલા મરચા