અંગુરી રબડી બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં અડધો કિલો દૂધ લ્યો ને દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી એક વાટકામાં દોઢ ચમચી વિનેગર લ્યો એમાં દોઢ ચમચી પાણી નાખીમિક્સ કરી લ્યો
દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ને બંધ કરી નાખો ને દૂધ ને એક બે મિનિટ ઠંડુ થવા દયો ત્યારબાદ એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડુ થોડુ ઉમેરી હલાવતા રહો ને દૂધ ને ફાડી લ્યો ( અહી જો દૂધ બરોબર ના ફાટેતો જરૂર લાગે બીજી અડધી ચમચી વિનેગર ને અડધો ચમચી પાણી મિક્સ કરી ને નાખી શકો છો)
દૂધ ફાટી જાય એટલે એક ચારણી ને તપેલી પ્ર મૂકી એના પર ઝીણું કોટન કપડું મૂકી એમાં ફાટેલા દૂધ નું મિશ્રણ નાખી એના પર બે ત્રણ ગ્લાસ સાદું પાણી નાખતા જઈ ચમચા થી હલાવતા રહો જેથી વિનેગર સ્વાદ પાણી માંથી નીકળી જાય
હવે કા તો તૈયાર પનીર ને પંદર વીસ મિનિટ ટીંગાડી મૂકો અથવા ચારણી માં પોટલી વારી એના પર વજન મૂકી પંદર મિનિટ એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી પનીર થાળીમાં લઈ પાંચ છ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ મેંદો કે કોર્ન ફ્લોર નાખી બીજી ને ત્રણ મિનિટ મસળી લ્યો ને જ્યારે બરોબર મસળી લીધા બાદ એના નાના નાના ગોળા બનાવી તૈયાર કરી લ્યો ગોળ હલકા હાથે બનાવવા ને એમાં તિરાડ ના રહે એનું ધ્યાન રાખવું
હવે ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ ને ત્રણ ચાર કપ પાણી નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરો જેવું પાણી ઉકળે એટલે એમાં એક એક કરી બધી ગોળી નાખતા જાઓ ને ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો
પાંચ મિનિટ પછી હલકા હાથે ચમચા થી બધી ગોળી ને ઉથલાવી નાખો ને ફરી પાંચ મિનિટ ચડવા દયો આમ દસ મિનિટમાં અંગુર તૈયાર થઈ જસે( અંગુર બરોબર ચડી ગઈ ચેક કરવા એક વાટકામાં થડી પાણી લ્યો એમાં એક અગુર નાખો જો અંગુર ઉપર ના આવે તો અંગુર બરોબર ચડી ગઈ અને જો અંગુર ઉપર આવી જાય તો બીજી પાંચ મિનિટ ચડવા દયો)
આમ અંગુર બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દયો ને અંગુર ને એક બાજુ મૂકી ઠંડા થવા દયો