હાંડવાના તૈયાર લોટ માંથી બે કપ લોટ ચારી ને લ્યો એમાં અડધો કપ દહી નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ સેમી થિક મિશ્રણ કરવા અઢી કપ થી પોણા ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો નેબરોબર મિક્સ કર્યા પછી ઢાંકી ને છ સાત કલાક સુધી આથો આવવા દો સાત કલાક માં બરોબર આથોઆવી ને હંડવાં નું લોટ નું મિશ્રણ તૈયાર કરવું
હવે એક વાસણમાં છીણેલી દૂધી લ્યો એમાં આદુ,લસણ ને મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં લીંબુનો રસ, છીણેલો ગોળ, સ્વાદ મુજબ મીઠું, તેલ એક બે ચમચી, હળદર,તલ નાખી મિક્સકરો ને એમાં આથો આવેલ હાંડવા નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો એમાં બેકિંગ સોડાનાખી મિક્સ કરીને તૈયાર કરી લ્યો
ગેસપર એક વઘારિયા માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખીતતડાવો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને તલ નાંખી વઘાર તૈયાર કરો
હવે કે વાસણમાં હાંડવો તૈયાર કરવો છે એને તેલ થી ગ્રીસ કરી એમાં હાંડવા નું મિશ્રણ પોણા ભાગનું ભરો ને થપ થપાવી નાખો ને ઉપર તેલનો વઘાર નાખી દયો ને કુકર માં પંદર વીસ મિનિટચડવા દયો જો ઓવેન માં મૂકો તો350 ડિગ્રી પર પંદર વીસ મિનિટ સુધી ચડવા દો
હાંડવો બરોબર ચડી જાય એટલે કાઢી ને પંદર વીસ મિનિટ ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી ચટણીકે ચા સાથે સર્વ કરો હાંડવો
અથવા જો તમે હાંડવો પેન કે કડાઈમાં બનાવવા માગતા હો તોએમાં તમારે બે ત્રણ અલગ અલગ હાંડવા બનાવવા પડશે એના માટે કડાઈ કે પેનમાં તેલ નાખો બે ચમચી ગરમ કરો એમાં પાચમચી રાઈ ને બે ચપટી હિંગ નાખી તતડાવો
ત્યારબાદ એમાં ત્રણ ચાર પાન મીઠા લીમડાના ને તલ નાખી વઘાર તૈયાર કરો એમાં હવે હાંડવા નુંથોડું મિશ્રણ નાંખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવો ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ ત્રણ ચાર મિનિટ ચડાવો તો તૈયાર છે હાંડવો