સૌ પ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં ધોઇ લઈ કપડા થી કોરી કરી લેવી હવે એમાં નીચે ના ભાગ માં ચાકુથી બે ત્રણ અડધે સુધી ના કાપાપાડી લ્યો અને દરેક કાપામાં તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ભરી લ્યો આમ બધી ડુંગરી ને ભરી ને તૈયાર કરી લ્યો ને બચેલ મસાલો એક બાજુ મૂકો
હવે મિક્સર જારમાં ટમેટા લસણ ની કણી ને આદુનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ ભરેલ ડુંગળી નાખી ધીમા તાપે શેકી ને બે ત્રણ મિનિટ એ ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ડુંગરી ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એજ તેલ માં જીરું, વરિયાળી, અજમ નાંખી તતડાવો જીરું તતડે એટલે એમાં ટમેટા પેસ્ટ નાખી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બચેલ સ્ટફિંગ મસાલો નાખી બે ત્રણ મિનિટ શેકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી લ્યો
ત્યારબાદ એમાં મોરું દહી નાખી મિક્સ કરી લેવું ને ફરી થી બરોબર ચડવો ને પાંચ મિનિટ પછી એમાં શેકેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવી નહિતર ગ્રેવી નીચે તરીયમાં ચોંટી જસે છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખો ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે આખી ડુંગળીનુ શાક