ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
દાળ પલાળી લીધા પછી પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી ને સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી કુકરબંધ કરી ને ધીમા તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તતડાવો અને હિંગ ને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
ત્યારબાદ એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ટમેટાને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ટમેટા ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં બાફેલી દાળ ને નાખી મિક્સ કરો ને બે કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો
દાળ ઉકળવા લાગે એટલે એમાં ગોળ ને કોકમ અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરી થી ધીમા તાપે સાત આઠ મિનિટ સુધી ચડવા દેવી છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ઉકાળી લ્યો ને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગુજરાતી દાળ