સૌ પ્રથમ એક વાસણમાં છાસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેસન નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આખા સૂકા લાલ મરચા નાખો ને સાથે લસણ લાલ મરચાંની પેસ્ટ નાખી બરોબર મિક્સકરી લ્યો હવે એમાં હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો
ત્યારબાદ તૈયાર કરેલ છાસ નાખી બરોબર હલાવતા થી જ્યાં સુધી મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી છાસ માં એક ઉભરો આવે એટલે ગેસ ફૂલ રાખી ઉકળવા દયો
હવે એમા એક ઝારા પર તેલ લગાવી જે બેસન નો ગાંઠિયા નો લોટ તૈયાર કરેલ એમાં થી લોટ લઈ ઝારાપર દબાવી ને ઉકળતી છાસ માં ગાંઠિયા પાડતા જાઓ બધા ગાંઠિયા છૂટા છૂટા પડે એટલા ઝારાને અલગ અલગ ફેરવી ને નાખવા બધા ગાંઠિયા પડી જાય એટલે ત્રણ ચારમિનિટ એમજ રહેવા દયો
ત્યાર બાદ હળવા હાથે ચમચાથી હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ગાંઠિયા બરોબર ચડીજાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરોગાંઠિયા નું શાક