વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાંબે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળીને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ડુંગળી થોડી શેકાઈ એટલેએમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો
પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો
વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરોવેજ પુલાવ