સોન પાપડી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બે થી ત્રણ ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચારી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ હલાવતા રહો
ત્યાર બાદ એમાં ચારી ને મેંદો નાખો ને મેંદા ને પણ ચાર પાંચ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું અથવા બને લોટ ગોલ્ડન શેકાઈ ને સુગંધ આવે ત્યાં સુધી શેકો
બને લોટ શેકાઈ જાય એટલે ઠંડો કરવા મૂકો લોટ સાવ ઠંડા થાય એટલે એને ચારણી થી ચારી લ્યો નેએક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ ને પાણી લ્યો એમાં ત્રણ ચાર ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરોને ધીમા તાપે 20-25 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય એટલે એક વાટકામાં પાણી લ્યો ને એમાં પા ચમચી તૈયાર ચાસણી નાખી ચેક કરો
જો ચાસણી જો ગોળા જેમ થઈ જાય ત્યાં સુધી ચડાવવા ની રહે છે એટલે કે પાણી માં નાખતા વેક્સ જેમ જામેલ થઈ જાય ને વેક્સ જેવા કલર ની એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર કરવાની રહે છે
ચાસણી ગોલ્ડન બ્રાઉન રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખોને પાંચ સાત મિનિટ સુધી એજ વાસણમાં રહેવા દયો ને સાત મિનિટ પછી પ્લેટફોર્મ કે સિલિકોનપર ઘી લગાવી એના પર ચાસણી નાખી ને ચમચા વડે ભેગી ને છૂટી કરો
ચાસણી ઘણી ગરમ હોય ત્યારે હાથથી અડવી નહિ નહિતર બરી જસો દસ મિનિટ ચમચા થી હલાવી ઠંડી થવાદો ત્યાર બાદ જ્યારે હાથ થી અડી સકાય એમ લાગે ત્યારે હાથ પર ઘી લગાવી ચાસણી ને ફોલ્ડ કરતા જાઓ ને ખેંચી ને પછી ફોલ્ડ કરતા જઈ ઠંડી કરતા જાઓ પંદર વીસ વખત ફોલ્ડ કરી લીધા બાદ એના બે છેડા ભેગા કરી ગોળ આકાર આપી દયો
હવે એક મોટા વાસણમાં ચારેલ લોટ નાખો એમાં આ ચાસણી ના ગોળ ને મૂકી એના પર બધી બાજુ લોટ છાંટોને થોડું થોડું ખેંચતા જાઓ ગોળ થોડો મોટો થાય એટલે એને ફરી નાનો ગોળ કરી ફરી લોટ સાથે મિક્સ કરતા જઈ બને હાથ પર ઘી લગાવી લેવું ને હલકું હલકું ખેંચતા જાઓ ને તૂટે નહિ એનું ધ્યાન રાખો અને લોટ સાથે મિક્સ કરતા જાઓ ને ગોળ કરતા જાઓ આમ જ્યાં સુંધી ખેચી સકાયત્યાં સુંધી ગોળ કરી લોટ નાખતા જઈ ખેચો
જ્યારે ઘણા બધા તાંતણા થઈ જાય ને ખેચવા થી તૂટે ત્યાં સુંધી લોટ સાથે ખેંચતા જાઓ હવે વાટકાઓમાં કાજુ ની કતરણ ને પિસ્તા ની કતરણ નાખીએના પર સોન પાપડી નાખી થોડી થોડી દબાવી દયો ને પાંચ મિનિટ સેટ થવા દયો ને પાંચ મિનિટપછી વાટકા માંથી કાઢી લ્યો તૈયાર છે સોન પાપડી