વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma
આજે આપણે વેજ કોલ્હાપુરી બનાવવાની રીત શીખીશું. હોટલ રેસ્ટોરન્ટ માં હમેશા તૈયાર મળતુંશાક હોય તો એ છે વેજ કોલ્હાપુરી સબ્જી જે થોડી તીખી હોવાથી પરોઠા, નાન, ફૂલચા કે જીરા રાઈસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે એજ વેજ કોલ્હાપુરી શાક રેસીપી, Veg Kolhapuri recipe In Gujarati, veg kolhapuri recipe banavani rit gujarati ma શીખીએ
4.63 from 8 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
વેજ કોલ્હાપુરી બનાવવા માટે ના શાક ની સામગ્રી | Veg Kolhapuri ingredients
1કપફુલાવર કટકા
1કપગાજર કટકા
½કપવટાણા
½કપબીન્સ કટકા
100ગ્રામપનીર
1કપકેપ્સીકમ કટકા
વેજ કોલ્હાપુરી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
2-3આખા સૂકા લાલ મરચા
1-2તમાલપત્ર
1તજ ટુકડો
3-4મરી
1જાવેત્રિ
1-2લવિંગ
1બદિયાનું
2-3એલચી
1મોટી એલચી
1-2ડુંગરી
6-7કણી લસણ
1ટુકડો આદુનો
2-3ટમેટા
15-20કાજુ
½ચમચીજીરું
3-4ચમચીતેલ
કોલ્હાપુરી શાક ના વધાર માટેની સામગ્રી
3ચમચીઘી / માખણ
2ચમચીતેલ
½ચમચીજીરું
¼ચમચીહિંગ
1ચમચીકસુરી મેથી
1ચમચીખાંડ
½ચમચીગરમ મસાલો
1-2સુધારેલા લીલા મરચા
1ચમચીધાણા જીરું પાઉડર
2ચમચીકાશ્મીરી લાલ મરચાનો પાઉડર
1ચમચીકિચન કિંગ મસાલો
1કપગરમ પાણી
સ્વાદ મુજબ મીઠું
½કપલીલા ધાણા સુધારેલા
તરવા માટે તેલ
Instructions
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma
પહેલા આપણે કોલ્હાપુરી શાક ની તૈયારી કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત અને વેજ કોલ્હાપુરી શાક બનાવીશું
શાકભાજી તૈયાર કરવાની રીત
વેજ કોલ્હાપુરી બનાવવા માટે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ને કટકા કરી લ્યોહવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફુલાવર ને થોડીગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલ ફુલાવર એક વાસણમાં કાઢી લ્યો
ત્યારબાદ એમાં ગાજર, ને તરી લ્યો ને એને પણ વાસણમાં કાઢી લ્યો હવે બીનસ, કેપ્સીકમને વટાણા ને તરી લ્યો ને તરી લીધા બાદ એને પણ એજ વાસણમાં કઢી લ્યો છેલ્લે પનીરના ટૂકડાને પણ તરી લઈ એજ વાસણમાં કાઢી લ્યો આમ બધા શાક ને તરી ને કાઢી લ્યો
વેજ કોલ્હાપુરી ની ગ્રેવી બનાવવાની રીત
હવે એ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું તેલ રાખી બાકી નું તેલ કાઢી નાખો ને તેલ ને ગરમકરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન, મરી, લવિંગ, સૂકા લાલ મરચા, જાવેત્રી,બાદિયાનું, એલચી, મોટી એલચી નાખી એક મિનિટ શેકો
ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગળી ચડી જાય એટલે એમાં આદુનો ટુકડો, લસણ ની કણી નેકાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકો બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા સુધારી ને નાખોને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો
ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરો ને મસાલા ને ઠંડા કરો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં લઇ પીસી ને પ્યુરી બનાવી લ્યો ને પ્યુરી ને ચારણી થી ચારી લ્યો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો
હવે પાછી એજ કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી મિક્સ કરો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમ ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો
ત્યારબાદ એમાં તરી ને રાખેલ બધા શાક ને પનીર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો શાક માંથી તેલ અલગ થાય એટલે છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે લીલા મરચાં સુધારેલ ને લીલાધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો વેજ કોલ્હાપુરી શાક
Veg Kolhapuri recipe In Gujarati notes
જો તમારે શાક ને ડીપ ફ્રાય ના કરવા હોય તો શેલો ફ્રાય (થોડા તેલ માં શેકવું) પણ કરી શકો છો ને જો તમને કાચું પનીર ભાવતું હોય તો કાચું નાખવું નહિતર પનીર ને પણ તરી ને નાખી શકાય છે તમારી પસંદના શાક નાખી શકો છો
ગ્રેવીને ચારણી થી ચારી લેવા થી ગ્રેવી સમુથ બનશે
ગ્રેવી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી કરવા ગરમ પાણી નો ઉપયોગ કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો