Go Back
+ servings
ઢોસા ની ચટણી બનાવવાની રીત - કોકોનટ ચટણી - Dosa ni chatni banavani recipe - coconut chutney recipe in Gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani recipe | coconut chutney recipe in Gujarati

આજે આપણે બનાવીશું ઢોસા ની ચટણી બનાવવાની રીત -સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી. સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં જેમ વડા ,ઢોસા ,સાંભળ ,રસમ ફેમસ છે તેમ સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી પણ ખૂબ જ ફેમસ છે જે બનાવવી ખૂબ જ સરળ છે ને ઓછી સામગ્રી થી બનતી જડપી ચટણી છે ,Dosa ni chatni banavani recipe , coconut chutney recipe in Gujarati
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 કડાઈ

Ingredients

ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ લીલા નારિયલ ના કટકા
  • 2 ચમચી દરિયા દાળ
  • 1 નાનો ટુકડો આદુ
  • 1 લીલા મરચા ના કટકા
  • 1 નાનો ટુકડો આંબલી
  • ¾ કપ પાણી

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 દાડી મીઠો લીમડો
  • 2 સૂકા આખા લાલ મરચાં

Instructions

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit | coconut chutney recipe in Gujarati

  • સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી બનાવવા સૌપ્રથમ એકમિક્સર જારમાં બે કપ નારિયેળ ના ટુકડા લો
  • તેમાં બે ચમચી દાળિયા દાળ નાખો
  • ૧ નાનો ટુકડો આદુ નો નાખો
  • એક લીલા મરચાના ટુકડા નાખો
  • ૧ નાનો ટુકડો આમલીનો અથવા બેથી ત્રણ ચમચી આંબલીનોરસ નાખો
  •  સ્વાદ મુજબ મીઠું નાખો
  • પા કપ જેટલું પાણી નાખી મિક્સરમાં બરોબર પીસીલો
  • પીસેલી ચટણી ને એક વાટકા માં કાઢી બાજુ મૂકો
  • ગેસ પર એક કડાઈ ગરમ મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલનાખો
  • તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ નાખોત્યારબાદ સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘારને ચટણી પર ગરમ ગરમ રેડી મિક્સ કરોતો તૈયાર છે સાઉથ ઇન્ડિયન ચટણી

coconut chutney recipe notes

  • આ ચટણીનો સ્વાદ ચટણી ફ્રેશ હોય ત્યારે જ વધારે આપે છે
  • બાકી તમે ફ્રીજમાં રાખી તેને બે થી ત્રણ દિવસ મૂકી પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો