તુરીયાનું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને પાણીથી ધોઈ ચાકુ થી છોલી લ્યો ત્યાર બાદ પાણી થીધોઇ લ્યો ને ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી/તેલ ગરમ મૂકો ઘી/તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરી લ્યો હવે એમાં આદુ લસણ પેસ્ટ નાખી એક મિનિટ શેકો ને પછી લીલા મરચા સુધારેલા ને ડુંગરી સુધારેલી નાખી ચાર પાંચ મિનિટ શેકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં તુરીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું ને ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
પાંચ સાત મિનિટ ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડવા દયો છેલ્લે એમાં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સેવ, ગાંઠિયા કે ખીચિયા પાપડ સાથે સર્વ કરો