કાજુ ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળીને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો
પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખીબે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક