સૌપ્રથમ બે ડુંગળી લેવી ,તેના છીલકા કાઢી ને ધોઈ લેવું , ત્યાર બાદ તેની મીડીયમ એવીજીણી સ્લાઈસ જેમ સમારી લેવું .
હવેએક લીલું મરચું લેવું જેને બીજ કાઢી ને જીણું સમારી લેવું .હવે ડુંગળી ની સ્લાઈસને એક પ્લેટ માં લઇ તેની સ્લાઈસ ને રીંગ ની જેમ છૂટી પાડી લેવી .
હવે ડુંગળી ના બધા લચ્છા છુટા પાડી લીધા બાદ તેમાં લાલ મરચું પાવડર , સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ચાટ મસાલો , ચપટી મરી પાવડર , જીણું સમારેલું લીલું મરચું અને એકલીંબુ રસ અથવા વિનેગર નાખી તેને મિક્સ કરી લેવું .
હવે છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી થોડુ મિક્સ કરી લેવું .હવે તેને સર્વિંગ પ્લેટકે બાઉલ માં લઇ એક લીંબુ ની સ્લાઈસ રાખી સર્વ કરવું તો તૈયાર છે લચ્છા ઓનિયન સલાડ.