ભરેલા રીંગણા બનાવવા માટેની સૌ પ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ને એના પર ચાકુ થી ચોકડીકાપા અથવા અડધો કાપો પાડી પાણી માં મૂકો
હવે મિક્સર જાર માં શેકેલા સીંગદાણા ના ફોતરા ઉતારી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલાતલ નાખી ફરી એક વખત પીસી લ્યો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં બેસન ચારી ને લ્યો એને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલાબેસન ને એક વાસણમાં કાઢી લ્યો
શેકેલા બેસન માં પીસી રાખેલ સીંગદાણા તલ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ,સ્વાદ મુજબ મીઠું, લસણ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
બેસન મસાલા ની મુઠી બને એટલું તેલ નાખવું મસાલોતૈયાર થઈ જાય એટલે જે રીંગણા પાણી માં મૂકેલ એ કાઢી ને એના કાપા માં મતૈયાર કરેલ મસાલોભરી લ્યો બધા રીંગણા ભરાઈ જાય એટલે એને મોટી ચારણી કે થાળીમાં મુકો
હવે ગેસ પર ઢોકરીંયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો ને પાણી ગરમ થાયએટલે એમાં રીંગણા વાળી ચારણી કે થાળી મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો
પંદર મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી લ્યો નહિતરબીજી પાંચ મિનિટ બાફી લ્યો બાફેલા ભરેલા રીંગણા ને બહાર કાઢી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગનાંખી તતડાવો ત્યાર બાદ એમાં તલ, મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકો
ત્યાર બાદ એમાં બાફેલા ભરેલા રીંગણા નાખી બે ત્રણ મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા