માવા વગરનો ટોપરા પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકુંગરમ થાય એટલે બે ચમચી દૂધ એક વાટકી માં કાઢી એમાં કેસરના તાંતણા નાખી એક બાજુ મૂકો
દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ખાંડ ઓગળીજાય એટલે એમાં કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો ને જો તમારે ફૂડ કલર નાખવો હોય તો ને ત્રણટીપાં કેસરી રંગ નાખી મિક્સ કરી ઉકાળો બે મિનિટ ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણનાખી ધીમા તાપે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ હલાવતા રહો
ત્યારબાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટપછી એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખી
હવે ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં ટોપરા પાક નું મિશ્રણ નાખી એક સરખું પાથરી/ ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટકે ચાંદી ની વરખ લગાવી દયો ને એક બે કલાક પછી ઠંડુ થવા દયો
ટોપરા પાક ઠંડો થાય એટલે ચાકુ થી એના મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ડબ્બા માંભરી લ્યો બહાર આ ટોપરા પાક બે દિવસ સાચવી શકાય ને ફ્રીઝ માં ચાર પાંચ દિવસ સુધી સાચવી શકો છો
તો તૈયાર છે માવા વગરનો ટોપરા પાક